January 12, 2025

INDW vs IREW: રાજકોટના મેદાનમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલનું શાનદાર પ્રદર્શન

INDW vs IREW: ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે રાજકોટમાં મેચ રમી રહી છે. જેમાં મહિલા ટીમ ઈન્ડિયામાંથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલેની ઓપનિંગ જોડીએ શાનદાર ભાગીદારી પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: આ ખેલાડીનો રેકોર્ડ તોંડવો અસંભવ, અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું આવું

રાજકોટના મેદાનમાં મહિલા ટીમ ઈન્ડિયાની ટીમ
રાજકોટના મેદાન પર ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમ વચ્ચે હાલ રમાઈ રહી છે. ODI સિરીઝની બીજી મેચમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત કરી હતી. આવું કરતાની સાથે જ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ દ્વારા પ્રથમ વિકેટ માટે આ 7મી સૌથી વધુ ભાગીદારી છે.સ્મૃતિ મંધાનાએ 54 બોલમાં 73 રનની ઈનિંગ અને 61 બોલમાં 67 રનની ઈનિંગ રમી હતી.