January 12, 2025

સ્મૃતિ મંધાનાએ તોડ્યો અંજુમ ચોપરા આ રેકોર્ડ

INDW vs IREW: રાજકોટના મેદાનમાં મહિલા ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડની મહિલા ટીમ રમી રહી છે. રાજકોટની ભૂમી પર ટીમ ઈન્ડિયાના ખેલાડી સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. સ્મૃતિ મંધાનાએ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ટીમ ઈન્ડિયાનું શાનદાર
ભારતીય મહિલા ટીમ હાલમાં ઘરઆંગણે આયર્લેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે. સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. સ્મૃતિ મંધાના પ્રથમ મેચમાં 41 રનની ઇનિંગ રમી હતી. બીજી મેચમાં 73 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. જેના કારણે તેણે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મહિલા વનડે ક્રિકેટમાં ભારત માટે અલગ-અલગ દેશો સામે સૌથી વધુ 50 કે તેથી વધુ રનની ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. હવે બીજા સ્થાન પર મિતાલી રાજનું નાામ આવે છે.

આ પણ વાંચો: INDW vs IREW: રાજકોટના મેદાનમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલનું શાનદાર પ્રદર્શન

ભારત માટે મહિલા ODIમાં વિવિધ દેશો સામે સૌથી વધુ 50 પ્લસ રનની ઇનિંગ્સ રમનાર ખેલાડી

  • મિતાલી રાજ – 10
  • સ્મૃતિ મંધાના – 9
  • અંજુમ ચોપરા – 8
  • હરમનપ્રીત કૌર – 7
  • જયા શર્મા – 7