ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનમાં ભારે તબાહી, ફોટો અને વીડિયો આવ્યા સામે

Air Strike: ઈન્ડિયાએ વહેલી સવારે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતીય સેનાએ બદલો લીધો છે. આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજૂ પાકિસ્તાનમાં થયેલા વિનાશના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતના હવાઈ હુમલામાં મસૂદ અઝહરનો આખો પરિવાર બરબાદ, મસૂદે કહ્યું ભારતના લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે

વીડિયો પણ વાયરલ થયા
ભારતે બદલો લીધો છે. ફોટો અને વીડિયો હવે સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં જાણે તબાહી મચી ગઈ છે તેવા વીડિયો સામે આવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે વિસ્ફોટ ખરેખર ખૂબ જ શક્તિશાળી હતો. વીડિયો લોકોની ચીસોનો અવાજ સંભાળ રહ્યો છે. એક વીડિયોમાં, પાકિસ્તાનના રસ્તાઓ પર સેનાના યુદ્ધ ટેન્ક દોડતા જોવા મળે છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના લોકોએ તેમની જ સરકાર પર સવાલો કર્યો છે. જેના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.