March 10, 2025

Champions Trophy 2025: ભારતીય ટીમે બનાવ્યો શાનદાર રેકોર્ડ, આવું કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આજે દુબઈમાં રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આજે મહામુકાબલો રમાઈ રહ્યો છે. મેચ શરૂ થતાં જ ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ફાઇનલ રમનારી ટીમ બની ગઈ છે. તેની સાથે મેન ઇન બ્લુ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સતત ત્રણ ફાઇનલ રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે.

ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ
ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ફાઇનલ મેચ રમનારી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી ફાઇનલ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ 2013, 2000, 2002, 2017 અને 2025 માં ફાઈનલ રમી છે. તેની સાથે સાથે ટીમ ઈન્ડિયા સતત ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પણ રમી છે. આવું કરનારી દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: કેપ્ટન રોહિત શર્માએ આખી ટુર્નામેન્ટમાં આ 3 ખેલાડીઓને ન આપી તક

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સળંગ ફાઇનલ રમનાર ટીમો
ભારત – 3 ફાઇનલ
વેસ્ટ ઇન્ડીઝ – 2 ફાઇનલ
ઓસ્ટ્રેલિયા – 2 ફાઇનલ
ભારત – 2 ફાઇનલ

ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન
ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક, નાથન સ્મિથ.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી,રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.