September 18, 2024

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને એક ખાસ રેકોર્ડમાં પાછળ છોડ્યું

IND vs SL:  ભારતીય ટીમે વર્ષ 2024 માં શ્રીલંકાના પ્રવાસ પર 2 ઓગસ્ટે તેની પહેલી ODI મેચ રમી હતી. દરેક ક્રિકેટ ચાહકને એમ હતું કે ટીમ ઈન્ડિયા જીત મેળવશે. પરંતુ તેવું થયું નહીં અને મેચ ટાઈ થઈ ગઈ હતી.

ભારતીય ટીમે બનાવ્યો રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચના અંત અંગે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે મેચ ટાઈ થઈ જશે. લગભગ 98 ઓવરની રમત બાદ મેચ ડ્રો થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 101 રનના સ્કોર સુધીમાં શ્રીલંકાની ટીમના મોટા ભાગના ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં બેટિંગ કરવામાં સફળ રહી અને 230 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો દાવ 47.5 ઓવરમાં 230ના સ્કોર પર સમેટાઈ ગયો હતો. આ મેચ ટાઈમાં સમાપ્ત થતાં ભારતીય ટીમે હવે એક ખાસ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દીધી છે.

ભારતીય ટીમ આગળ
ODI ફોર્મેટમાં અત્યાર સુધી બહુ ઓછી મેચો જોવા મળી છે જે ડ્રોમાં પુર્ણ થઈ હતી. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 1056 ODI મેચ રમી અને 559 મેચમાં વિજય થઈ હતી. જેમાં 10 મેચ ટાઈ રહી હતી. હવે વનડેમાં ટાઈ મેચ રમવાના મામલે ભારત વેસ્ટ ઈન્ડિઝ પછી આ યાદીમાં બીજા સ્થાન પર જ્યારે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 9 મેચ ટાઈ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ODIમાં સૌથી વધુ ટાઈ મેચ રમનારી ટીમો

વેસ્ટ ઈન્ડિઝ – 11

ભારત – 10

ઓસ્ટ્રેલિયા – 9

ઈંગ્લેન્ડ – 9

પાકિસ્તાન – 9

ઝિમ્બાબ્વે – 8

આ પણ વાંચો: Paris Olympics 2024 Day 8: આજે ભારત પ્રથમ ગોલ્ડ જીતી શકે છે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

બીજી વનડે મેચ રમાશે
પ્રથમ મેચ ટાઈમાં સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે હવે આવતીકાલે શ્રીલંકા સામે આ 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચનું આયોજન પ્રેમદાસા સ્ટેડિયમમાં કરવામાં આવશે. પ્રથમ મેચમાં શ્રીલંકાના બોલરોનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓેને બીજી વનડેમાં તેમને વધુ સારી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.