યમનમાં ભારતીય નર્સને અપાઈ મોતની સજા, શું કહ્યું ભારતના વિદેશ મંત્રાલયે?
Indian Nurse: યમનમાંથી ભારત વિશે ચોંકી જવાય તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં યમનમાં ભારતીય નર્સને મોતની સજા ફટકારવામાં આવી છે. ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનના નાગરિકની કથિત રીતે હત્યા કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ વાતને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. આવો જાણીએ કે આ વિશે શું કહ્યું વિદેશ મંત્રાલયે.
આ પણ વાંચો: Pilibhit Encounter: આતંકીઓએ હોટેલમાં જતા પહેલા આ વસ્તુની કરી હતી ખરીદી, 60 દુકાનોના સીસીટીવી કરાયા ચેક
Our response to media queries regarding the case of Ms. Nimisha Priya:https://t.co/DlviLboqKG pic.twitter.com/tSgBlmitCy
— Randhir Jaiswal (@MEAIndia) December 31, 2024
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયે આજના દિવસે કહ્યું કે નર્સને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી ભારતીય નર્સને તમામ શક્ય તેટલી મદદ કરવામાં આવશે. એક મીડિયા સાથેની વાતમાં રણધીર જયસ્વાલે સત્તાવાર રીતે કહ્યું કે અમે યમનમાં નિમિષા પ્રિયાને થયેલી સજાથી અમે અજાણ નથી. અમને માહિતી છે કે પ્રિયાનો પરિવાર વિકલ્પો શોધી રહ્યા છે. ભારત સરકાર આ મામલે બને તેટલી મદદ કરી રહી છે.