ભારતીય નૌકાદળે ફરી એકવાર શક્તિ બતાવી, એન્ટી-શિપ ફાયરિંગનો વીડિયો જોઈ પાકિસ્તાન ડરી જશે

Indian Navy: ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે હવે ભારતીય નૌકાદળે જહાજ વિરોધી ફાયરિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય નૌકાદળે કવાયત માટે અનેક એન્ટી-શિપ ફાયરિંગ કર્યા હતા.

આ પણ વાંચો: ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ, તબીબી કર્મચારીઓની રજા રદ

અનેક એન્ટી-શિપ ફાયરિંગ કર્યા
ભારતીય નૌકાદળે કવાયત માટે અનેક એન્ટી-શિપ ફાયરિંગ કર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મિસાઈલ લક્ષ્યને ઓળખે છે અને તેની તરફ આગળ વધે છે. મિસાઇલ જે વસ્તુનો પીછો કરી રહી છે તે તેની દિશા બદલાય છે અને તેની સાથે સાથે પછી મિસાઇલની દિશા પણ બદલાય છે. આખરે મિસાઇલ તેના લક્ષ્યને નષ્ટ કર્યા પછી જ સમુદ્રના પાણીમાં પડે છે. ભારતીય નૌકાદળના આ વીડિયો પરથી કહી શકાય કે પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ કરવા માટે આ પૂરતુ છે.