June 30, 2024

Team Indiaએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત આવું કરી બતાવ્યું

Indian Cricket Team: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 24 રને જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીની તમામ મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં એક મેચ પણ ટીમ ઈન્ડિયા હારી નથી.

સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગઈ કાલની મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની સાથે બેટ્સમેનોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સતત મેચ જીતી રહી હતી. પરંતુ રોહિતનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળી રહ્યું ના હતું. પરંતુ આખરે રોહિતે પોતાના અંદાજથી તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. તેણે 41 બોલમાં 92 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

ભારતીય ટીમે આ રેકોર્ડ
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે સતત 6 મેચમાં જીત મેળવી હતી. ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની કોઈપણ આવૃત્તિમાં આટલી બધી મેચો જીતી છે. T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા- 7 મેચ, 2024, ભારતીય ટીમ – 6 મેચ, 2024, શ્રીલંકા – 6 મેચ, 2009, ઓસ્ટ્રેલિયા – 6 મેચ, 2010, ઓસ્ટ્રેલિયા – 6 મેચ, 2021 મેળવી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શનની વાત કરવામાં આવે તો આયર્લેન્ડ સામે 8 વિકેટે જીત, પાકિસ્તાન સામે 6 રનથી જીત ,અમેરિકા સામે 7 વિકેટે જીત, અફઘાનિસ્તાન સામે 47 રને જીત , બાંગ્લાદેશ સામે 50 રનથી જીત , ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત મેળવી છે.