Team Indiaએ રોહિતની કેપ્ટનશીપમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
Indian Cricket Team Rohit Sharma: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં એક મોટો રેકોર્ડ બન્યો છે.
T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2007ની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ફરી એક વાર ટીમ ભારત ક્રિકેટમાં ચેમ્પિયન બની ગઈ છે.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ
સતત 8 મેચ જીતી હતી
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં જોરદાર પ્રદર્શન કર્યું છે. ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં કોઈ પણ ટીમ ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. T20 વર્લ્ડ કપની કોઈપણ આવૃત્તિમાં એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ટીમ ભારત પહેલા આવું કોઈ કરી શક્યું નથી. રોહિત શર્માની કપ્તાની હેઠળ પહેલી વાર આ રેકોર્ડ બનાવ્યો છે.
ટીમ ઈન્ડિયાની સફર
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની સફરની વાત કરવામાં આવે તો આયર્લેન્ડ સામેની મેચ 8 વિકેટે જીતી, પાકિસ્તાન સામેની મેચ 6 રને જીતી, અમેરિકા સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવી, અફઘાનિસ્તાન સામે 47 રનથી જીત મેળવી, બાંગ્લાદેશ સામે 50 રનથી જીત મેળવી, ઓસ્ટ્રેલિયા સામેની મેચ 24 રને જીતી, ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 68 રનથી જીત મેળવી, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં 7 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે આગળ જઈને ખરો સાબિત થયો.