July 4, 2024

Team India ઝિમ્બાબ્વે જવા રવાના, 6 જુલાઈથી 5 મેચની T20 સિરિઝ

IND vs ZIM: ભારતીય ટીમે 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 શ્રેણી રમવાની છે. પહેલી મેચ 6 તારીખના હરારેમાં રમાવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ ઝિમ્બાબ્વે રવાના થઈ ગઈ છે.

યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું
ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂને T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યા બાદ હજૂ પણ બાર્બાડોસમાં છે. ટીમ ખરાબ વાતાવરણને કારણે ઘરે જવા માટે રવાના થઈ શકી નથી. ઝિમ્બાબ્વે સામેની શ્રેણી મેચમાં ભારતીય યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. શુભમન ગિલ ટીમની કમાન સોંપવામાં આવી છે. રેયાન પરાગ અને તુષાર દેશપાંડેની સાથે એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાં પણ ખાસ કરીને IPL 2024માં જે ખેલાડીઓએ ખાસ પ્રદર્શન કર્યું તેમણે સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: T20 World Cup 2024માં અમેરિકાએ 2 મેચ જીતી છતાં પાકિસ્તાન કરતાં વધુ પૈસા મળ્યાં

T20 શ્રેણી માટે અહીં ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ
ભારત – અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટમાં), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંઘ, રુતુરાજ ગાયકવાડ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

ઝિમ્બાબ્વે – ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મદંડે, વેસ્લી માધવાયર, તદીવનાશે મારુમાની, સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુથા, બ્લેસિંગ મુઝારાબાની, ડીએનબી, ડી. રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.