November 24, 2024

ભારતના ક્લાયમેટને લઈને મોટી ચેતવણી, 3 ડિગ્રી તાપમાન પડશે તો સૂકાઈ જશે હિમાલય

Indian climate big warning temperature drops to 3 degrees Himalayas will dry up

ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ એકબાજુ ગ્લોબલ વોર્મિંગની અસર દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે હવે જો તાપમાનમાં વધારો થયો તો એક મોટી આફત આવવાની શક્યતા છે. જો દેશનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધશે, તો હિમાલયના 90 ટકા વિસ્તારોમાં દુષ્કાળ પડશે. એક નવા સંશોધનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. તે અંગેનો ડેટા ક્લાયમેટિક ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. સૌથી ખરાબ અસર ભારતના હિમાલયના વિસ્તારોમાં થશે. પીવા અને સિંચાઈ માટે પાણીની અછત પડશે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 80 ટકા ભારતીયો ગરમીના કારણે તણાવનો સામનો કરી રહ્યા છે. જો તેને રોકવું હોય તો પેરિસ કરાર હેઠળ દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાને અટકાવવું પડશે. 3 ડિગ્રી સેલ્સિયસ પહોંચશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. આ અભ્યાસ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયાના સંશોધકોના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.

બે અલગ અલગ અભ્યાસને સાથે રાખીને નવું સંશોધન કરવામાં આવ્યું છે. આ તમામ આઠ અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા અને ઘાના પર કેન્દ્રિત છે. આ તમામ વિસ્તારોમાં આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે દુષ્કાળ, પૂર, પાકની અછત અને જૈવ વિવિધતામાં ઘટાડો થવાની સંભાવના છે.

નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતમાં પોલિનેશન અડધું ઘટી જશે. જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધે છે, તો તે એક ચતુર્થાંશ ઘટશે. 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની ખેતી પર મોટી અસર પડશે. દેશમાં અડધોઅડધ વાવેતર વિસ્તાર સુકાય જશે.

એવું પણ શક્ય છે કે, આપણે ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. તે આખા વર્ષ દરમિયાન શુષ્ક રહી શકે છે. આવો દુષ્કાળ સામાન્ય રીતે 30 વર્ષમાં એકવાર થાય છે. જો વધતા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ અટકાવવામાં આવે તો ખેતીની જમીનને દુષ્કાળથી બચાવી શકાય છે. આ તાપમાનમાં પણ ઉપર જણાવેલ દેશોમાં ખેતીની જમીન સુકાય જશે.

જો તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતમાં 21 ટકા અને ઇથોપિયામાં 61 ટકા ખેતીની જમીન સુકાય જશે. આટલું જ નહીં, આ તાપમાનમાં માનવીને 20થી 80 ટકા ઓછા દુકાળનો સામનો કરવો પડશે. પરંતુ જો આ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે તો ઘણી મુશ્કેલી પડશે. દરેક વ્યક્તિ પર અસર બમણી થશે.

એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે વૃક્ષો, છોડ અને અન્ય જીવો પર ભારે અસર પડશે. આ છ દેશોમાં તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધે તો જ મુશ્કેલી સર્જાય છે. જો તે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે તો ઘણી મુશ્કેલી પડશે. આ સમયે દેશોમાં સંરક્ષિત વિસ્તાર વધારવાની જરૂર છે, જેથી જીવોને બચાવી શકાય.

યુઇએના પ્રોફેસર રશેલ વોરેને કહ્યું કે, જો ભારત આ કુદરતી આફતોથી બચવા માંગતું હોય તો તેણે પેરિસ સમજૂતી મુજબ તાત્કાલિક પગલાં ભરવા પડશે. જેથી કરીને તેમની જમીન, પહાડો, જળ અને આકાશમાં હાજર તમામ જીવોને બચાવી શકાય. એવું નથી કે ભારત આવા અકસ્માતોથી બચી જશે. તેણે તેનો અનુભવ કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કામ બે રીતે કરવું પડશે. આબોહવા પરિવર્તનને કેવી રીતે રોકવું… બીજું, આબોહવા પરિવર્તન ચોક્કસપણે થશે, તેમાં રહેવા માટે અનુકૂલન ક્ષમતા કેવી રીતે વિકસાવવી. જેથી માનવ અને કુદરતી સંસાધનોને નુકસાન ન થાય. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઝડપથી ઘટાડવાનો પ્રથમ સરળ રસ્તો છે. જો વધતા તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે અટકાવવામાં આવે તો પણ વિશ્વને ઘણો ફાયદો થશે. આ અભ્યાસ આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારો વિશે પણ ચિંતા વ્યક્ત કરે છે. તેથી, કોઈપણ રીતે વધતા તાપમાનને રોકવું મહત્વપૂર્ણ છે.