November 21, 2024

ગૌતમ અદાણી પર છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ, અમેરિકામાં ધરપકડ વોરંટ જારી

Adani Group: અમેરિકામાં જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લાગ્યા છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અદાણી સહિત 7 લોકો પર છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ અનુસાર અદાણીએ ભારતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયન (રૂ. 21 બિલિયનથી વધુ)ની લાંચ આપવાનું વચન આપ્યું હતું. જો કે હજુ સુધી કંપની તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આરોપ છે કે આ પૈસા એકઠા કરવા માટે અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ઉદ્યોગપતિના નજીકના સાગર અને વિનીત જૈનનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે NIAની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

કોના પર લગાવ્યા આરોપ?

ગૌતમ અદાણી, સાગર આર. અદાણી, વિનીત એસ. જૈન, રણજીત ગુપ્તા, રૂપેશ અગ્રવાલ, દીપક મલ્હોત્રા, સૌરભ અગ્રવાલ અને સિરિલ કેબેનેઝ.