ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વીડિયો જાહેર કર્યો, જુઓ કેવી રીતે તેઓ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાનો કર્યો નાશ

Operation Sindoor: ભારતીય સેનાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો ઓપરેશન સિંદૂરનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનમાં પ્રવેશતા અને આતંકવાદી ઠેકાણાનો નાશ કરતા બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  કોણ છે લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી? ગુજરાત સાથે છે નાતો

ભારતીય સેનાએ વીડિયો કર્યો શેર
ભારતીય સેનાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો ઓપરેશન સિંદૂરનો છે. આ વીડિયોમાં, તેઓ પાકિસ્તાનમાં પ્રવેશતા અને આતંકવાદી ઠેકાણાનો નાશ કરતા બતાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થવાના થઈ ગયા છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો તાગ મેળવવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થઈ ગયા છે. થોડા સમય બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચશે. આજે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ, સરહદ પર બંને બાજુથી ભારે ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે.