April 7, 2025

ભારતીય વાયુ સેનાએ જામનગર પ્લેન ક્રેશને લઈ આપી પ્રતિક્રિયા, અકસ્માતનું કારણ જાણવા માટે અપાયો આદેશ

Jamnagar: જામનગરમાં મોડી રાત્રે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. મળતી માહિતી મુજબ બુધવાર 2 એપ્રિલના રોજ ગુજરાતના જામનગરમાં IAF સ્ટેશન નજીક તાલીમ મિશન દરમિયાન એક જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ પોસ્ટ કર્યું છે કે જામનગર એરફિલ્ડથી ઉડાન ભરી રહેલા IAF જગુઆર બે સીટર વિમાનને રાત્રિના મિશન દરમિયાન અકસ્માત થયો હતો. કમનસીબે એક પાયલોટનું મૃત્યુ થયું જ્યારે બીજા પાયલોટની જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાએ જામનગર પ્લેન ક્રેશ મામલે X પર પોસ્ટ કર્યું છે. જામનગર એરફિલ્ડથી એરબોર્ન થયેલ IAF જગુઆર બે સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. પાયલટે તકનીકી ખામીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ એરફિલ્ડ અને સ્થાનિક વસ્તીને નુકસાન ટાળીને ઇજેક્શન શરૂ કર્યું. જ્યારે પ્લેન ક્રેશ દરમિયાન એક પાયલટનું મોત થયું છે. જ્યારે બીજા પાયલોટને જામનગરની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. IAFએ જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. જોકે, સમગ્ર ઘટનાને લઈે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા સંસદે મંજૂરી આપી, અમિત શાહે કહ્યું- ‘પહેલી ચિંતા શાંતિ સ્થાપિત કરવાની છે’