December 24, 2024

પેરાલિમ્પિક્સ 2024માં એક જ દિવસમાં 8 મેડલ જીત્યા, હવે ભારત મેડલ ટેલીમાં આટલામાં સ્થાને

Paralympics Games 2024: પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે ગઈ કાલે પેરાલિમ્પિક્સમાં કુલ 8 મેડલ જીત્યા છે. આ સાથે ભારત પાસે હવે કુલ 15 મેડલ થઈ ગયા છે. ભારત હવે 15મા સ્થાને છે.

એથ્લેટિક્સમાં ભારતનું અજાયબી
યોગેશ કથુનિયાએ પેરાલિમ્પિક્સ 2024ના 5મા દિવસે ભારત માટે મેડલ જીતવાની શરૂઆત કરી હતી. તેણે મેન્સ ડિસ્કસ થ્રો F56 ઇવેન્ટની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિવાય ભારતે 5માં દિવસે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે 5માં દિવસે બેડમિન્ટનમાં સૌથી વધુ મેડલ જીત્યા હતા. આર્મલેસ તીરંદાજી પ્રો શિતલ દેવીએ અનુભવી રાકેશ કુમાર સાથે મળીને પેરા તીરંદાજી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, મેડલ ટેબલમાં આ નંબરે

5મા દિવસ પછી મેડલ ટેલીની સ્થિતિ
પેરાલિમ્પિક ગેમ્સ 2024ની રમતના 5માં દિવસ પછી મેડલ ટેલીમાં હાલ પ્રથમ સ્થાને ચીન છે. તેના કુલ 87 મેડલ છે. જેમાં 43 ગોલ્ડ, 30 સિલ્વર અને 14 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટન બીજા સ્થાને છે. તેણે 29 ગોલ્ડ, 15 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમેરિકા 42 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જેમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ છે.ભારત પાસે હવે કુલ 15 મેડલ થઈ ગયા છે. ભારત હવે 15મા સ્થાને છે.