July 1, 2024

IND vs USA: ભારતીય ટીમે અમેરિકાના આ ખેલાડીથી રહેવું પડશે સાવધાન!

અમેરિકાની ટીમમાં ઘણા હોનહાર ખેલાડીઓ સામેલ છે.

T20 World Cup 2024: ભારતીય ટીમ આજે અમેરિકા વિરૂદ્ધ ટી-20 વિશ્વ કપ 2024નો 25મો મુકાબલો રમવા મેદાનમાં ઉતરશે. પોતાની ત્રીજી મેચમાં સતત ત્રીજી જીત હાંસલ કરવાનું સપનું જોનાર ભારતીય ટીમ ક્યાંક ઉલટફેરનો શિકાર ન બની જાય. ખરેખરમાં અમેરિકાની ટીમમાં એક એવો વિસ્ફોટક ખેલાડી છે જે કોઇ પણ બોલરના આક્રમણના ધજાગરા ઉડાવી શકે છે. આ ખેલાડીના નામે ઘણા રેકોર્ડ છે. એવામાં ભારતીય ટીમે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.

આંતરરાષ્ટ્રીય અનુભવનો સંપૂર્ણ ઉપીયોગ કરશે એન્ડરસન
આમ તો અમેરિકાની ટીમમાં ઘણા હોનહાર ખેલાડીઓ સામેલ છે જેમનો સંબંધ ભારત સાથે છે. જોકે કોરી એન્ડરસન એક એવો બેટ્સમેન છે જે પહેલા ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટ રમતો હતો પરંતુ હવે તે અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. 33 વર્ષિય ઓલરાઉન્ડરની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સારો એવો અનુભવ છે, જેનો આજની મેચમાં તે ભારત વિરૂદ્ધ સંપૂર્ણ ઉપીયોગ કરશે.

છેલ્લી 2 મેચમાં ધૂમ મચાવી
અમેરિકાએ તાજેતરની ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કેનેડા વિરૂદ્ધ મેચથી કરી હતી. એક જૂનના રોજ રમાયેલ આ મેચમાં કોરી એન્ડરસને વાવાઝોડુ લાવી દીધુ હતું. તેણે વિરોધી ટીમ વિરૂદ્ધ બોલિંગ અને બેટિંગથી કમાલ કર્યો હતો. જેના પછી પાકિસ્તાન વિરૂદ્ધ ભલે તે કોઇ વિકેટ લઈ શક્યો ન હોય. જોકે પોતાની સ્ફૂર્તિ અને શાનદાર ફિલ્ડીંગથી તેણે ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો: આ ક્રિકેટરના દીકરાએ કર્યું અર્જુન જેવું પરાક્રમ

સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન
કોરી એન્ડરસનની તોફાની બેટિંગનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, વન-ડે ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર તે બીજો બેટ્સમેન છે. તેણે વર્ષ 2014માં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ આ પરાક્રમ કર્યું હતું. માત્ર 36 બોલમાં એન્ડરસને સદી ફટકારીને ક્રિકેટજગતમાં સનસની ફેલાવી દીધી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. મધ્યક્રમમાં તે વિસ્ફોટક બેટિંગ કરતા અમેરિકા માટે ઉપીયોગી સાબિત થઇ રહ્યો છે.

ખેલાડીની કારકીર્દિ
વાત કરીએ એન્ડરસનના કરિયરની તો તેણે 38 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 130.45ના સ્ટ્રાઈક રેટથી 634 રન બનાવ્યા હતા. ત્યાં જ તેનો હાઈસ્કોર 94* રનનો રહ્યો છે. આ સિવાય તેણે 16 વિકેટો પણ લીધી છે. 49 વન-ડે મેચોમાં તેના નામે 1109 રન અને 60 વિકેટો છે. આ ફોર્મેટમાં દિગ્ગજે એક સદી અને ચાર હાલ્ફસેન્ચ્યુરી ફટકારી છે.