February 24, 2025

હાર્દિક પંડ્યા 7,00,00,000ની ઘડિયાળ પહેરીને મેદાનમાં ઉતર્યો, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

દુબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સૌથી મોટા બ્લોકબસ્ટર મેચમાં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી. ભારત તરફથી હાર્દિકે 8 ઓવરમાં માત્ર 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. જો કે, તેની બોલિંગ કરતાં વધુ તેના કાંડા પર બાંધેલી ઘડિયાળ વિશે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ ઘડિયાળ કરોડોની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં જે ઘડિયાળ પહેરી હતી, તે રિચાર્ડ મિલેની રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશનની છે. આ ઘડિયાળની કિંમત વિશે વાત કરીએ તો, તે ભારતીય ચલણમાં લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક પંડ્યા આટલી મોંઘી ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હોય. આ જ કારણ છે કે, ચાહકોએ હાર્દિક પંડ્યાની ઘડિયાળ સ્ક્રીન પર જોતાંની સાથે જ તેની કિંમત વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી.