IND vs AUS: ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાન પર કેમ ઉતર્યા?

India vs Australia Semifinal: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલી સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આજે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે.

ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી
ભારતના દિગ્ગજ ક્રિકેટર પદ્મકર શિવાલકરનું નિધન થયું છે. આમ કરીને ભારતીય ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયા આજે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: સતત 14 વખત ટૉસ હાર્યો શર્મા, ટીમ ઈન્ડિયાની આજે અગ્નિપરીક્ષા

સેમિફાઇનલ મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયા: એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એડમ ઝામ્પા, તનવીર સંઘા