ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ

India vs Australia Head To Head ODI Record: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ મેચનું શેડ્યુલ નક્કી થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે દુબઈમાં આમને-સામને આવશે. તો દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાને મોટો ફ્ટકો બુમરાહના સ્વરૂપમાં છે. ટીમ ઈન્ડિયાને બુમરાહ વગર મેચ રમવી પડી રહી છે. ત્યારે આવો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ.

આ પણ વાંચો: GAS કેડરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર, સરકારી નોકરી મેળવવા ગુજરાતી ભાષાના પેપરમાં 25 ટકા જોઈશે

ICC નોકઆઉટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હેડ ટુ હેડ રેકોર્ડ
2011- ભારત જીત્યું (વનડે વર્લ્ડ કપ)
2015 – ઓસ્ટ્રેલિયા જીત્યું (વનડે વર્લ્ડ કપ)
2023 – ઓસ્ટ્રેલિયા જીત્યું ( WTC)
2023 – ઓસ્ટ્રેલિયા જીત્યું (વનડે વર્લ્ડ કપ)
2003 – ઓસ્ટ્રેલિયા જીત્યું (વનડે વર્લ્ડ કપ)
2007 – ભારત જીત્યું (T20 વર્લ્ડ કપ)
1998 – ભારત જીત્યું (ચેમ્પિયન્સ ટ્રોફી)
2000 – ભારત જીત્યું (ચેમ્પિયન્સ ટ્રોફી)

હેડ ટુ હેડ રેકોર્ડ
બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરવામાં આવે છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 151 વનડે મેચ રમાઈ છે. જેમાં ભારતની ટીમ 57 વખત મેચ જીતી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરવામાં આવે તો આ ટીમ 84 વખત મેચ જીતી છે. 10 મેચ એવી છે કે જેનું પરિમામ આવ્યું નથી. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાની જીત વધારે વખત થઈ છે. બંને ટીમો ICC ODI વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોટલ 18 વખત ટકરાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયા 10 અને ઈન્ડિયાએ 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. હવે જોવાનું રહ્યું આજની મેચમાં કોને મળે છે જીત.