December 24, 2024

T20 World Cupમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવશે ટીમ ઈન્ડિયા

Team India: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. આ રેકોર્ડ તોડવાથી બે જીત જ દુર છે. T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની ચોથી અને છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ કેનેડા સામે રમાવાની છે. આ મેચનું આયોજન ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં કરવામાં આવશે. જોકે ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે અને આજની મેચ જીતવા માટે તે પુરો પ્રયત્ન ચોક્કસ કરશે. આ સાથે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે. આવો કયો રેકોર્ડ તોડી શકે છે ભારતની ટીમ.

આ વર્લ્ડ રેકોર્ડ પર નજર
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 47 મેચ રમી છે. જેમાં 31 મેચમાં જીત થઈ છે અને 15 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જો આજની મેચમાં તે કેનેડાની ટીમને હરાવશે તો ભારતની 32મી જીત થશે. જેના કારણે આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લેશે. આ રેકોર્ડ શ્રીલંકાની ટીમના નામે છે. શ્રીલંકાએ અત્યાર સુધી 32 મેચમાં વિજેતા બની છે. આ રેકોર્ડને ભારતની ટીમ ચોક્કસ તોડી દેશે તેનું કારણ એ છે કે ટીમ ઇન્ડિયાએ સુપર-8 રાઉન્ડમાં પણ 3 મેચ રમવાની છે. મતલબ તે આ એડિશનમાં રેકોર્ડ તોડી શકે છે.

આ પણ વાંચો: Gautam Gambhir ટીમ ઈન્ડિયાના કોચ બને તે પહેલા આપ્યા મોટા સંકેત

મેચ જીતનાર ટીમ
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમની વાત કરવામાં આવે તો શ્રીલંકા – 32 જીત મેળવી છે તો ભારત – 31 મેચમાં અને પાકિસ્તાન – 29 મેચમાં અને  ઓસ્ટ્રેલિયાની ટીમ – 28 મેચમાં અને દક્ષિણ આફ્રિકા – 28 મેચમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા સુપર-8ની પોતાની પ્રથમ મેચ 20 જૂને રમવાની છે. આ મેચ બાર્બાડોસમાં રમાશે. તમને જણાવી દઈએ કે સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.