June 30, 2024

ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીનો વીડિયો વાયરલ

India vs Pakistan: પાકિસ્તાની ટીમને T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે 6 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાના એક ખેલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બોલિંગ કરવાનો નિર્ણય
પહેલા પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતની ટીમની જીત થઈ હતી. આ વચ્ચે પાકિસ્તાની ખેલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે નસીમ શાહ ભાવુક થઈ ગયો હતો.

નસીમ શાહ ભાવુક થઈ ગયા
નસીમ શાહ અર્શદીપની સામે હાજર હતા. પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવામાં સફળ રહ્યો ના હતો. મેચ હારતાની સાથે નસીમની આંખમાં આસું આવી ગયા હતો. તેના ચહેરા પર નિરાશા જોવા મળી રહી હતી. નસીમ શાહનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: UFC જીતનારી પ્રથમ ભારતીય ફાઇટર બની પૂજા તોમર

પાકિસ્તાનને હરાવી દેશે
પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓની ખુશીથી સ્પષ્ટ હતું કે, તેઓ પહેલેથી જ જાણતા હતા કે તેઓ પાકિસ્તાનને હરાવી દેશે. પાકિસ્તાનની ટીમ મેચ દરમિયાન સારી રીતે ફોકસ કરતી જોવા મળી હતી. તે છતાં અંતે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. 119 રન બનાવ્યા બાદ પણ બોલરોએ પાકિસ્તાનને જીતથી દૂર રાખ્યું હતું.