IND vs NZ: જો ભારત ન્યુઝીલેન્ડને હરાવે છે, તો સેમિફાઇનલ મેચ કોની સામે રમશે?

India Semifinal Champions Trophy 2025: ન્યુઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ કહેશે કે બંને કઈ ટીમ સેમિફાઇનલ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 4 માર્ચેના પહેલી સેમિફાઈનલ મેચ રમશે. આ મેચનું આયોજન દુબઈમાં કરવામાં આવશે. બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચેના રમાશે.જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હાર આપે છે તો તે ગ્રુપ Aમાં ટોચ પર રહેશે. આવું થતાની સાથે તેનો મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયાની સામે થશે. જો ટીમ ઈન્ડિયાની હાર થાય છે તો તેને ફાઇનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: મહેસાણામાં અમિત શાહના આગમનને લઈને દિવાળી જેવો માહોલ, સમગ્ર ગામ ભક્તિમય બન્યું
ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતી
સેમિફાઇનલ મેચના શેડ્યુલની વાત કરવામાં આવે તો જો કોઈ ટીમ ગ્રુપ A માં ટોચ પર હોય તેનો સામનો Bમાં બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ગ્રુપ Bમાં ટોચની ટીમ ગ્રુપ A માં બીજા ક્રમે રહેલી ટીમ સાથે ટકરાશે. તેવી જ રીતે, ગ્રુપ B માં ટોચની ટીમ ગ્રુપ A માં બીજા ક્રમે રહેલી ટીમ સાથે ટકરાશે. ગ્રુપ બીમાં, દક્ષિણ આફ્રિકા પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. પરંતુ ગ્રુપ A ની સ્થિતિ ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પછી જ સ્પષ્ટ થશે. જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હાર આપે છે તો તે ગ્રુપ Aમાં ટોચ પર રહેશે. આવું થતાની સાથે તેનો મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયાની સામે થશે. જો ટીમ ઈન્ડિયાની હાર થાય છે તો તેને ફાઇનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે. જે ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે તે ટીમોએ ઓછામાં ઓછી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતી છે.