ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ઈરાને કહી આ વાત

India Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ઈરાને મોટી પ્રતિક્રિયા આપી છે. સાઉદી અરેબિયાએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના વિદેશપ્રધાને તેમના ભારતીય અને પાકિસ્તાની સમકક્ષો સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાને રાજસ્થાન સાથેની સરહદ પર બળ વધાર્યું, નવા કેમેરા લગાવ્યા
ઈરાને શું કહ્યું
ઈરાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, “ભારત અને પાકિસ્તાન ઈરાનના પડોશી દેશો છે જેમની વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ વધવાની આશંકા વચ્ચે સાઉદી વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદે વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે વાત કરી.