July 2, 2024

ભારતનું UNSCમાં સ્થાયી સભ્ય ન હોવું બકવાસ: એલોન મસ્ક

અમેરિકા: તારીખ 23 જાન્યુઆરીના ટેસ્લાના CEO અને વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે એક નિવેદન આપ્યું છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક ન મળવાને કારણે તેને તેમણે ‘વાહિયાત’ગણાવ્યું છે. તેમણે ભારત હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય ન હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે UNSCમાં ચીન, અમેરિકા,રશિયા, બ્રિટન અને ફ્રાન્સ એમ પાંચ સભ્યો છે.

એલોન મસ્કની ભારતની માંગ
મસ્કે કહ્યું કે “સંયુક્ત રાષ્ટ્રના સંસ્થાઓની સમીક્ષા કરવાની હવે જરૂર છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે દેશો પાસે પુષ્કળ શક્તિ છે અને વસ્તી પણ ઓછી છે તેવા દેશો તેને છોડવા માંગતા નથી. એલોન મસ્કે ભારતની વાત કરતા કહ્યું કે દુનિયામાં સૌથી વધારે વસ્તી ભારતમાં છે એમ છતાં ભારતને એડ કરવામાં આવ્યું નથી. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ ન આપવામાં આવવું એ હાસ્યાસ્પદ કહી શકાય. આફ્રિકાને પણ સંયુક્ત રીતે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સીટ આપવી જોઈએ. રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત વર્ષોથી કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે, પરંતુ ચીનના કારણે ભારતને કાયમી સભ્યપદ નથી મળી રહ્યું. જોકે UNSCના બાકીના ચાર દેશો ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપે છે. પરંતુ ચીનના કારણે ભારતને કાયમી સભ્યપદ નથી મળી રહ્યું. અમેરિકા ભારતને સમર્થન તો આપે છે પરંતુ શરતો સાથે.

આ પણ વાચો: ચીનના સૈન્ય જવાનો બોલ્યા જય શ્રી રામ, વીડિયો વાયરલ

UNSCમાં  વીટો પાવર એટલે શું?
UNSCને સમગ્ર વિશ્વમાં શાંતિની સાથે સદ્ભાવ અને સુરક્ષા જાળવી રાખવાનું કામની સોંપણી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સદસ્યો છે અને તે દરેકને એક મતનો પ્રયોગ કરવાનો અધિકાર આપવામાં આવે છે. સુરક્ષા પરિષદનો નિર્ણય બંધનકર્તા કહેવામાં આવે છે અને પ્રત્યેક સદસ્ય દેશ દ્વારા તેનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે પણ દુનિયાની શાંતિ જોખમમાં મુકાય ત્યારે UNSCએ નિશ્ચિત કરવા પહેલ કરવામાં આવે છે. દુનિયામાં શાંતિ રહે તે માટે UNSC ઘણી વખત પ્રતિબંધ લાગુ કરે છે. તેમનો મોટા ભાગનો ધ્યેય હોય છે કે દુનિયામાં શાંતિ જાળવી રાખવી. જેના કારણે જરૂર લાગે તો બળ પ્રયોગની પણ મંજૂરી આપે છે.

આ પણ વાચો: દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાં દશરથ નંદનનાં દર્શન, વિશ્વ આખું રામમય