October 7, 2024

ભારત-માલદીવ હવે સાથે-સાથે, મુઇજ્જુ સાથે મુલાકાત બાદ પીએમ મોદીનું નિવેદન

Maldives President Muizzu India Visit: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે યોજાઇ થઈ હતી.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ માલદીવમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ આ પ્રકારની પ્રથમ લેવડ-દેવડના સાક્ષી બન્યા.

PM મોદીએ આપ્યું નિવેદન
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપતા કહ્યું કે ‘ભારત અને માલદીવના સંબંધો સદીઓ જૂના છે. ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ઘનિષ્ઠ મિત્ર દેશ છે. આપની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવનું મહત્વનું સ્થાન છે.”

તેમણે વધુમાં કહ્યું, “અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે હિંદ મહાસાગર વિસ્તારમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવમાં ફાઉંડિંગ ફાઉન્ડિંગ મેમ્બર તરીકે જોડાવા માટે માલદીવનું સ્વાગત છે.

વિદેશ મંત્રાલયે આપી માહિતી
વિદેશ મંત્રાલયે X પર એક પોસ્ટમાં બેઠકને લઈને માહિતી આપતા લખ્યું, “ભારત-માલદીવ વિશેષ સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છીએ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારત-માલદીવ દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા થશે.”