October 17, 2024

T20 ક્રિકેટમાં ભારતે વિશ્વની તમામ ટીમોને પાછળ છોડી, બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

IND vs BAN: ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રને હાર આપી હતી. આ મેચ દરમિયાન સંજુ સેમસન સૌથી મોટો હીરો સાબિત થયો હતો. જેણે શાનદાર જીત અપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંજુ સેમસનની સાથે સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ્સ રમતા જોવા મળ્યા હતા. બાંગ્લાદેશી બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા હતા. તેણે 20 ઓવરમાં 164 રન જ બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની 133 રને જીતી થઈ હતી.

ભારતીય ટીમ નંબર વન બની
આ મેચમાં ટીમ ઈન્ડિયાની દરેક ચાલ સફળ રહી હતી. બોલરો અને બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચ જીતતાની સાથે ટીમ ઈન્ડિયાએ નવો રેકોર્ડ બનાવી લીધો છે. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા સૌથી વધુ વખત 200થી વધુનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા ટી20 ક્રિકેટમાં 37 વખત 200થી વધુનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી વધુ 200 પ્લસ સ્કોર ધરાવતી ટીમો
37 – ભારત
36 – સમરસેટ
35 – ચેન્નાઈ સુપર કિંગ્સ
33 – આરસીબી
31 – યોર્કશાયર

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 200 પ્લસ સ્કોર ધરાવતી ટીમ
7 – 2023 માં ભારત
7 – 2024 માં જાપાન
6- 2022માં ઈંગ્લેન્ડ
6 – 2022 માં દક્ષિણ આફ્રિકા
6 – 2024 માં ભારત

સંજુ સેમસનું શાનદાર પ્રદર્શન
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેની તોફાની સદીના કારણે ટીમ ઈન્ડિયાને આટલી શાનદાર જીત મળી હતી. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું. તેણે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવાના કારણે બાંગ્લાદેશના બોલરો આ ખેલાડીઓ સામે ટકી શક્યા ન હતા.