December 12, 2024

નવસારીમાં ભારતની સૌથી મોટી આંખની હોસ્પિટલ બનશે

India Largest Eye Hospital: ગરીબ લોકોના આંખોની સારવાર ફ્રી થઈ શકે તેવા હેતુથી નવસારીમાં ભારતની સૌથી મોટી આંખની હોસ્પિટલ બનશે. નવસારી ખાતે વર્લ્ડ કક્ષાની આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 450 કરોડના ખર્ચે 5 લાખ સ્ક્વેર ફૂટમાં હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ હોસ્પિટલનું બાંધકામ 2028 સુધીમાં પૂરું થશે.

આ પણ વાંચો: જમીન મામલે સતાધારના મહંત સામે આક્ષેપ, કરોડોના વહીવટ થયાનો દાવો

ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ બનશે
પ્રથમ ફેઝ 30 કરોડના ખર્ચે 12000 સ્કવેર ફૂટનો પૂર્ણ થયો છે. જેનું લોકાર્પણ 15 ડિસેમ્બરે કથાકાર મોરારીબાપુના હસ્તે કરાશે. આ પ્રોજેક્ટનો મૂકે હેતુ લોકોને આંખની સમસ્યા બાબતે જાગૃતિ આવે અને જે લોકો પાસે સર્જરી કરાવવાનો ખર્ચ નથી તેમને નિશુલ્ક સારવાર મળે તેવો છે. હોસ્પિટલમાં 21 ઓપરેશન થિયેટર, 64 ઓપીડી અને 10,000 લોકોની સર્જરી દર મહિને થાય તેવી સુવિધા હશે.
હોસ્પિટલમાં સોમાંથી 70 દર્દીઓનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. આ હોસ્પિટલ ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ બનશે.