ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા સતત ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલીએ 84 રન ફટકાર્યા

IND vs AUS સેમિફાઇનલ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજરોજ દુબઈ ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવામાં ભારતે 267 રન બનાવી જીત મેળવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ભારત એવો એકમાત્ર દેશ છે જે સતત ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે.