December 21, 2024

IND-W vs PAK-W: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

IND-W vs PAK-W:  ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માં, ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 6 વિકેટથી ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. પાકિસ્તાનની ટીમે ટોસ જીત્યો હતો. આ પછી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 105 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની જીત
પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે નિદા દારે સૌથી વધુ રન બનાવ્યા હતા. બોલિંગ કરતી વખતે અરુંધતિ રેડ્ડી 3 વિકેટ લેવામાં સફળ રહી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ 32 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચમાં 6 વિકેટથી ટીમ ઈન્ડિયાની જીત થઈ છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

પાકિસ્તાન મહિલા ટીમ: નિદા ડાર, ફાતિમા સના (c), આલિયા રિયાઝ, તુબા હસન, સદાફ શમાસ, મુનીબા અલી (wk), ગુલ ફિરોઝા, સિદ્રા અમીન, નશરા સંધુ, ડાયના બેગ, ઇરમ જાવેદ, ઓમાયમા સોહેલ, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રૂબાબ

ભારતીય મહિલા ટીમઃ શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીન), પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટમેન), અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંઘ, દયાલન હેમલતા , આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજીવન સજના