November 26, 2024

IND vs SL: શ્રીલંકા સામે T20Iમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કેવું છે?

India vs Sri Lanka T20 Series: ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણી શરૂ થવાની છે. પ્રથમ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે અને ત્યારબાદ ત્રણ મેચની વનડે શ્રેણી રમાવાની છે. T20 શ્રેણીની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયા આ મેચ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી દીધી છે. આજે અમે તમને જણાવીશું કે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકા સામે ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન કેવું રહ્યું છે.

કમાન સોંપવામાં આવી
સૂર્યકુમાર યાદવ ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવાનો છે તો બીજી બાજૂ આજના દિવસે શ્રીલંકાની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના કપ્તાન સૂર્યકુમાર યાદવે ઘણી મેચમાં કપ્તાની કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેની સામે શ્રીલંકાના કપ્તાન સંપૂર્ણપણે નવો છે. જેના કારણે તેમની કપ્તાનની ચોક્કસ કસોટી થવાની છે. આવો જાણીએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી કેવું પ્રદર્શન રહ્યું છે.

T20માં ભારત vs શ્રીલંકા હેડ ટુ હેડ
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વાર T20 ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2009માં રમાઈ હતી. અત્યાર સુધીમાં બંને 29 વખત આમને-સામને આવ્યા છે. તેમાંથી ભારતીય ટીમે 19 મેચ જીતી છે. શ્રીલંકાએ માત્ર 9 મેચ જીતી છે. એક મેચ એવી હતી જેનું કોઈ પરિણામ આવ્યું ના હતું. પરંતુ આ એક નવી સિરીઝ છે, તેમાં શું થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: Ind vs SL: શ્રીલંકાના કેપ્ટન બદલાયા, ભારત સામે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત

T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ રિંકુ સિંહ, રિયાન પરાગ, સંજુ સેમસન (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર),સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.

T20 શ્રેણી માટે શ્રીલંકાની ટીમઃ અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, ચરિથ અસલંકા (કેપ્ટન) પથુમ નિસાન્કા, કુસલ પરેરા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલ્લાલાગે, મહેશ થીક્સાન્ના, વિખ્માસિંગ, નુકશાન, નુકશાન, પતંગર, વિન્દુ હસરંગા. તુષારા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો.