IND vs SA 2nd T20 મેચમાં વરસાદ ચાહકોની મજા બગાડશે?
India vs South Africa 2nd T20: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ આજે 10મી નવેમ્બરના રમાવાની છે. ભારતીય ટીમ પહેલી મેચ 61 રને જીતી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી મેચમાં જીતવાની છે. પરંતુ શું બીજી મેચમાં વરસાદ મેચ બગાડી શકે છે? આવો જાણીએ કેવું રહેશે વાતાવરણ.
વરસાદ મેચ બગાડશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T20 મેચમાં વરસાદ મેચને બગાડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે વરસાદની 49% સંભાવના છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ 7.30 વાગ્યે શરૂ થવાની છે. વાતાવરણ વાદળછાયું રહી શકે છે. ભારે વરસાદ પડશે તો મેચને રદ કરવામાં આવી શકે છે. ટોસ સમયે વરસાદની સંભાવના 40 ટકા સુધીની રહેવાની છે. જોરદાર પવન પણ ફુંકાવવાની સંભાવનાઓ છે.
આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત
બંને ટીમોની ટુકડીઓ:
ભારત: અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશા, વિશાલ અવેશ ખાન, યશ દયાલ,સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ
દક્ષિણ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, મિહલાલી મેપોંગવાના, નકાબા પીટર, રિયાન સિમેલા અને લુથેલા સિમ્લેટો, અને (ત્રીજી અને ચોથી T20I), અને ટ્રિસ્ટન સ્ટબ્સ.