ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ જીત્યો બેસ્ટ ફિલ્ડર મેડલ, શિખર ધવને કર્યું સન્માન

India vs Pakistan: ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈ કાલે મહામુકાબલો થયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. તમામ ગુજરાતી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જેમાં અક્ષર પટેલે પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કરીને બેસ્ટ ફિલ્ડરનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનીઓએ પોતાની જ ટીમને ઘેરી, શોએબથી લઈને આમિર-અકરમ સુધી બધાએ ઉઠાવ્યા સવાલો
બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ
પાકિસ્તાન સામે જીત પછી અક્ષર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેના શાનદાર પ્રદર્શનને બદલે તેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતી તમામ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું,અક્ષર પટેલે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન (46 રન)ને બોલ્ડ કરીને 104 રનની ભાગીદારી તોડી હતી. તો હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. તેણે બાબર આઝમ (23) અને સઈદ શકીલ (62)ને આઉટ કર્યા. અક્ષર પટેલે ઇમામ (10)ને ડાયરેક્ટ હિટથી રન આઉટ કર્યો અને 3 ટોટલ વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ તૈયબ તાહિર (4 રન)ને બોલ્ડ કર્યો હતો.