IND vs NZ: શું પત્ની અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના આઉટ થયા પછી તેની સાથે અપશબ્દો બોલ્યા?

IND vs NZ: વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વિરાટનું કેચ ફિલિપ્સે શાનદાર રીતે પકડ્યો હતો. આ સમયે અનુષ્કા શર્માના રિએક્શનનો વીડિયો વાયરલ થયો છે. અનુષ્કા શર્મા વિરાટને આઉટ થતા નિરાશ જોવા મળી રહી હતી. વિરાટ જેવો આઉટ થયો તરત અનુષ્કા થોડા શબ્દો બોલી હતી. લોકો કહી રહ્યા છે કે તે અપશબ્દો બોલી હતી.

આ પણ વાંચો: IND vs NZ: ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો, જોઈ લો વીડિયો

અનુષ્કા થઈ ઉદાસ
વિરાટ જેવો આઉટ થયો અનુષ્કા શર્માએ માથું પકડી લીધું હતું. તે ઉદાસ જોવા મળી રહી હતી. તે સમયે તે કંઈક અપશબ્દો બોલી હોય તેવું પણ લાગ્યું હતું. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અનુષ્કાએ દુર્વ્યવહાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની વનડે માં 300 મેચ હતી. આવું કરનારો તે 7મો ખેલાડી છે.