IND vs NZ:વિરાટ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ઇતિહાસ રચશે, બનાવશે આ રેકોર્ડ

Champions Trophy Final: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં વિરાટ કોહલી 3 મોટા રેકોર્ડ બનાવી શકે છે. આજે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. કોહલી ફાઇનલમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ સદી ફટકારી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ કેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી સૌરવ ગાંગુલી છે. તેના અંડરમાં ઈન્ડિયાએ 2002 માં શ્રીલંકા સાથે ખિતાબ શેર કર્યો હતો. ગાંગુલીએ 13 મેચમાં 12 કેચ લીધા હતા. આ યાદીમાં વિરાટનું સ્થાન બીજા સ્થાન પર છે. તેણે 17 મેચમાં 11 કેચ લીધા હતા. જો ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે એક કેચ લે છે , તો તે તેની બરાબરી કરી લેશે. તે ગાંગુલીનો પણ રેકોર્ડ તોડી નાંખશે. આવું કરતાની સાથે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય ખેલાડી તે બની જશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન
વિરાટ કોહલી ક્રિસ ગેલનો રેકોર્ડ આવતીકાલની મેચમાં તોડી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તે બની શકે છે. હાલ વિરાટના નામ 17 મેચમાં 16 ઇનિંગ્સમાં 746 રન છે. આ યાદીમાં વિરાટ બીજા સ્થાન પર છે. ક્રિસ ગેલ 791 રન સાથે નંબર વન સ્થાન પર છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં મેચમાં વિરાટ 46 રન બનાવે છે તો તે ગિલનો રેકોર્ડ તોડી શકે છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતવાની રેસમાં 4 ભારતીય, ICCએ કરી મોટી જાહેરાત

સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેન બની છે. તેણે 42 મેચમાં 1750 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર વિરાટનું નામ આવે છે. તેણે 32 મેચમાં 1656 રન બનાવ્યા છે. આ મોટા રેકોર્ડને તોડવા માટે કોહલીએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 95 રન બનાવવા પડશે.