IND vs NZ: જો રોહિત શર્મા આજે ટોસ હારી જાય તો બનાવશે સૌથી શરમજનક આ રેકોર્ડ

IND vs NZ: રોહિત શર્મા અને તેની સેના આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ જીતવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડની ટીમ સામે થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત આજે ટોસ કરવામાં આવશે ત્યારે તમામ ચાહકો અપેક્ષા રાખશે કે ટોસનો પક્ષ ટીમ ઈન્ડિયાની સાઈડમાં હોય. કારણ કે મનું નામ વનડેમાં સૌથી વધુ વખત ટોસ હારનારા ટોચના 3 કેપ્ટનોમાં નોંધાયું છે. રોહિત સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગયો છે. જો તે ફાઇનલમાં ટોસ નહીં જીતે તો તે વનડેમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બની જશે. લારાના નામે ODIમાં સૌથી વધુ ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ છે.

આ પણ વાંચો: IND Vs NZ: કઈ ટીમ જીતશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ, જાણો ઇન્દોર સટ્ટા બજારની આગાહી

ODIમાં સૌથી વધુ સતત ટોસ હારનારા કેપ્ટનો
12 – બ્રાયન લારા
11- પીટર બોરેન
11– રોહિત શર્મા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સંભવિત બંને ટીમ:

ભારતીય ક્રિકેટ ટીમ: કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ: ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), વિલિયમ ઓ’રોર્ક, જેકબ ડફી, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, નાથન સ્મિથ.