October 17, 2024

ભારતીય ટીમે 55 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં આવો શરમજનક દિવસ જોયો

IND vs NZ: ભારતીય ટીમે બેંગલુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પહેલી ઇનિંગમાં માત્ર 34 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ઘરઆંગણે ટીમ ઈન્ડિયાએ આ શરમજનક દિવસ જોવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 34 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારતીય ટીમ માટે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પહેલી મેચ વરસાદના કારણે કેન્સલ કરવામાં આવી હતી. બીજા દિવસે રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ માંગી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચના અંતમાં 34 રનના સ્કોર સુધી 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે ભારતીય ટીમે 55 વર્ષ પછી ઘરઆંગણે શરમજનક દિવસ જોયો છે. જે આજ દિવસ સુધી કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

રમવાની તક આપી
બેંગલુરુ ટેસ્ટ મેચના બીજા દિવસે વરસાદની સંભાવના હતી એમ છતાં રોહિત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને વિરાટ કોહલી અને સરફરાઝ ખાને તો એક પણ રન બનાવ્યો ના હતો. આ પહેલા 55 વર્ષ પહેલા તેણે ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટ મેચમાં 27ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું.