January 11, 2025

ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીની વાપસી

India vs England: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવારે ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની લગભગ 14 મહિના પછી ટીમમાં વાપસી થઇ છે. 22 જાન્યુઆરીથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી પાંચ મેચની T20 શ્રેણી અને ત્રણ મેચની ODI શ્રેણી રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ નાગપુરમાં રમાશે, જ્યારે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. ત્રીજી વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)