November 24, 2024

કાનપુરમાં બગડશે ટીમ ઈન્ડિયાની મેચ?

IND vs BAN Weather Update: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચ 280 રને જીતી લીધી હતી. ચાહકો બીજી મેચમાં પણ ભારતીય ટીમ પાસે આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આવતીકાલે આ મેચની શરૂઆત થવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ખેલાડીઓ સખત મહેનત કરતા નજરે પડી રહ્યા છે.

મેચ ડ્રો થવાની સંભાવના
બાંગ્લાદેશ સામે રમાનારી આ મેચ દરમિયાન વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્રણ દિવસ સુધી વરસાદ પડવાના કારણે મેચ ડ્રો થવાની સંભાવના જોવા મળી રહી છે. વરસાદના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ શકે છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતી શકે છે. જેના કારણે જો વરસાદ આવશે તો ટીમ ઈન્ડિયાને ચોક્કસ નુકસાન થશે. વરસાદ ટીમ ઈન્ડિયાનો વિલન બની શકે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

હવામાન કેવું રહેશે
બંને ટીમો વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચના પ્રથમ ત્રણ દિવસ એટલે કે 27, 28 અને 29 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી ત્યાના હવામાન વિભાગે કરી છે. . 28 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 80% રહેશે અને કાનપુરમાં 27 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 93% છે. ત્રીજા દિવસે એટલે કે 29મી સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 59% સુધી છે.

ટીમ ઈન્ડિયાની ટીમ
ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, પંત (વિકેટકીપર), આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ