December 18, 2024

IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં આ બે ભારતીય ખેલાડીઓની આવી યાદ

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ટોપ ખેલાડીઓ ફ્લોપ જોવા મળ્યા હતા. રોહિત 19 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે ગીલે 8 બોલમાં એક પણ રન બનાવવામાં સફળ રહ્યો ના હતો. આ મેચ દરમિયાન 2 ખેલાડીઓની ચોક્કસ ક્રિકેટ ચાહકોને યાદ આવી ગયા હતા.

આ ખેલાડીઓ આવ્યા યાદ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન ભારતને ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની સ્પષ્ટ ખોટ હતી. બંને બેટ્સમેનોએ ઘણા વર્ષોથી ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે અજાયબીઓ કરી છે. પૂજારા અને રહાણે આ મેચમાં હોત તો મેચનો મિજાજ અલગ જોવા મળત. મહત્વની વાત એ છે કે સ્થાનિક ટૂર્નામેન્ટમાં સતત સારૂ પ્રદર્શન કરનાર રહાણે અને પૂજારાને આ દિવસોમાં ભારતીય ટીમમાં તક મળી રહી નથી.

કારકિર્દી
ભારત માટે ચેતેશ્વર પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 43.60ની શાનદાર એવરેજ સાથે 7195 રન બનાવ્યા છે. તેણે 19 સદી ઉપરાંત 35 અડધી સદી ફટકારી હતી. રહાણેની વાત કરવામાં આવે તો તેણે ભારત માટે 85 ટેસ્ટ મેચ રમીને 38.46ની એવરેજથી 5077 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

ભારત- રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, પંત (વિકેટકીપર)

બાંગ્લાદેશ- મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, નાહીદ રાણા.