September 21, 2024

IND vs BAN: શુભમન ગિલે અનોખી ‘સદી’ ફટકારી, બનાવ્યો આ રેકોર્ડ

IND vs BAN: ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. આર અશ્વિનની સદીના આધારે ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. ચેન્નાઈ ટેસ્ટમાં ત્રીજા દિવસની શરૂઆત સાથે જ શુભમન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી.

અડધી સદી ફટકારી
ગિલે 30મી ઓવરમાં મેહદી હસન મિરાજની બોલ પર 2 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. 5માં બોલ પર તેણે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલીને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. બીજી સિક્સ ફટકારવાની સાથે જ ગિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સિક્સર મારવાની મહાન સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ મેચ પહેલા તેને 100 ઈન્ટરનેશનલ સિક્સર પૂરી કરવા માટે માત્ર 2 સિક્સરની જરૂર હતી.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

ભારતીય બેટ્સમેન
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 26, ODIમાં 52 અને T20I ક્રિકેટમાં 22 સિક્સર ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર મારનાર તે 17મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ગિલે અત્યાર સુધી 26 ટેસ્ટ મેચોની 48 ઇનિંગ્સમાં 36ની એવરેજથી 1548 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 7 અડધી સદી સામેલ છે. પંત અને શુભમન ગિલ વચ્ચે ચોથી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી કરવામાં આવી હતી.