IND vs BAN: રોહિત શર્મા આ સુપરસ્ટારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપશે કે નહીં?

IND vs BAN: દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી મેચથી શરૂઆત કરશે. 2024ની ટી-20 વિશ્વ કપ જીત્યા બાદ હવે આ ટુર્નામેન્ટ ટીમ ઈન્ડિયા માટે મહત્વની સાબિત થશે. જેના કારણે રોહિત અને ગૌતમ ગંભીર પર દબાણ વધી ગયું હતું. ક્રિકેટ ચાહકો આજની મેચ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળશે અને કોને નહીં મળે સ્થાન. આવો જાણીએ.
આ પણ વાંચો: IND vs BAN: ભારત બાંગ્લાદેશને માત આપવા માટે છે તૈયાર પરંતુ ટીમ ઈન્ડિયાને માથે આ ટેન્શન’
ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે
ટીમ પસંદગીની લઈને ભારે ચર્ચા થઈ રહી છે. બુમરાહ પહેલેથી ટીમની બહાર છે. જેના કારણે તેની જગ્યા પર કોને સ્થાન આપવામાં આવશે તે પણ એક સવાલ છે. આ વચ્ચે એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગંભીર અને રવિન્દ્ર જાડેજા એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે. જેના કારણે સવાલ એ પણ છે કે જાડેજાને પહેલી મેચમાં તક આપવામાં આવશે કે નહીં? અક્ષર પટેલ અને કુલદીપ યાદવ મુખ્ય સ્પિનરો તરીકે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ પૂરેપૂરા ફિટ છે. જેના કારણે બોલિંગમાં તેમનો સાથ રહેશે. જોકે બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો પડી શકે છે. રોહિત શર્મા ફરી એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે. હવે ટીમ ઈન્ડિયાનું કેવું પ્રદર્શન રહેશે તે જોવાનું રહેશે.