બાંગ્લાદેશ સામે રોહિત શર્માનો મોટો રેકોર્ડ, રન કે કેચ મામલે તો બિલકુલ નથી

Rohit Sharma: ભારતીય ટીમે 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે મેચ રમી રહી છે. આ વચ્ચે રોહિત શર્માનો સમાવેશ થતાં જ તેના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે.
રોહિત શર્મા સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો
રોહિતના નામં એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોબિન સિંહનો રોહિતે રેકોર્ડ તોંડી નાંખ્યો છે. રોહિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે, તેણે 37 વર્ષ અને 269 દિવસની ઉંમરે બાંગ્લાદેશ સામે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થતાની સાથે રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
ભારતની ટીમ
શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા,રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
બાંગ્લાદેશની ટીમ
મહેદી હસન મિરાઝ, જાકર અલી, રિશાદ હુસૈન, તંઝીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મુસ્તફિઝુર રહેમાન.