IND vs BAN: ભારત સામે 230 રનનો લક્ષ્યાંક, તૌહીદની સદી બાંગ્લાદેશનું સન્માન બચાવ્યું

IND vs BAN: બાંગ્લાદેશે ભારતીય ટીમને 230 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શમીએ જોરદાર કમબેક કર્યું છે. હર્ષિત રાણાએ પણ પોતાની બોલિંગથી દરેકને પ્રભાવિત કર્યા છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 229 રન બનાવવા પડશે.
આ પણ વાંચો: વન ડે માં શમીની સિદ્ધિ, દુનિયાનો બીજો મોટો ખેલાડી
મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી
મોહમ્મદ શમીએ શાનદાર કમબેક કર્યું છે. ઝાકિર અલી, સૌમ્ય સરકાર, મહેદી હસન, તંજીમ હસન સાકિબ અને તસ્કિન અહેમદને આઉટ કર્યા છે. અક્ષર પટેલે 2 વિકેટ અને હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અક્ષર પટેલ તેના સ્પેલની પહેલી ઓવરમાં જ ઘાતક બોલિંગ કરતો જોવા મળ્યો હતો. શફિકુર રહીમ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.