July 2, 2024

IND vs BAN: આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો, જાણો કેવું રહેશે હવામાન

IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની ટીમ આજે ટકરાશે. તમને જણાવી દઈએ કે આજની મેચમાં ટીમ ઈન્ડિયા પોતાનો દાવો ફાઈનલ માટે મજબૂત કરવાની છે. આ મેચનું આયોજન એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ મેદાનની પિચ પર દરેકની નજર છે. આવો જાણીએ કેવું રહેશે હવામાન અને કેવી છે અહિંયાની પિચ.

વરસાદ ના પડે
ભારતીય ટીમે સુપર-8ની પહેલી મેચમાં જીત મેળવી લીધી છે. આ સાથે સુપર-8 બીજી મેચમાં પણ ટીમ જીત માટે પ્રયત્ન ચોક્કસ કરશે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખુબ સારું જોવા મળી રહ્યું છે. આ મેચ દરમિયાન ચિંતા એ પણ છે કે વરસાદ ના પડે. કારણ કે કેનેડા અને ભારતની મેચ હતી તે દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે તે મેચને રદ કરી દેવામાં આવી હતી.

પિચ કેવી છે
ભારત અને બાંગ્લાદેશ પહેલા આ પીચ પર અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર જોરદાર રહ્યો હતો. અહીંની પીચ પર જાણવા મળે છે કે બેટ્સમેનો માટે ખુબ સારી છે. પરંતુ સમય સાથે થોડી ધીમી પડતી જાય છે. જે ટીમ ટોસ જીતશે તે ટીમ અહિંયા બેટિંગ કરવાનું ચોક્કસ પસંદ કરી શકે છે. કારણ કે અત્યાર સુધી અહિંયા જેટલી પણ મેચ રમાઈ હતી તેમાં જોવા મળ્યું કે બીજી ઇનિંગમાં પીછો કરવો અહીં મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો: IND vs AFG: સૂર્યકુમાર યાદવનો જાદુ, વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની કરી લીધી બરાબરી

હવામાન કેવું રહેશે?
આ મેચ એન્ટિગુઆના સમય મુજબ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 8 વાગ્યાના આ મેચ રમાશે. Accuweatherના રિપોર્ટ પ્રમાણે આ સમયગાળા દરમિયાન તાપમાન 30 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. રસાદની સંભાવના 18 થી 24 ટકા જેવી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી