ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ વચ્ચે પર્થમાં જોવા મળ્યો રોહિત શર્મા

IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. જેનો આજે ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયા પાસે આ વખતની મેચ જીતવાની અપેક્ષા છે. આ દરમિયાન રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો છે. મેચનો આનંદ માણતો તે જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ના હતો.

કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં પગ મૂક્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર્થ પહોંચ્યા બાદ તરત જ નેટ્સ પર પ્રેક્ટિસ કરવા પહોંચી ગયો હતો. લંચ સેશન દરમિયાન તે નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ભારતીય ટીમ 30 નવેમ્બરથી શરૂ થનારી બે દિવસીય પ્રેક્ટિસ મેચ માટે બુધવારે કેનબેરા જવા રવાના થશે.

આ પણ વાંચો: હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના સીએમ તરીકે લેશે શપથ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમઃ અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.