Champions Trophy 2025: જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ટાઈ થાય તો કોને ફાઇનલમાં સ્થાન મળશે?

IND vs AUS Semi Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ ગ્રુપ મેચ રમી છે. જેમાં તમામમાં જીત મેળવી છે. હવે ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. પરંતુ આ વચ્ચે હવે સવાલ એ થાય છે કે જો સેમિફાઇનલ મેચ ટાઇ થાય તો ફાઇનલમાં કોને સ્થાન મળશે? આવો જાણીએ.
આ પણ વાંચો: IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં હવામાન કેવું રહેશે?
મેચ ટાઇ થાય તો પરિણામ કેવી રીતે જાહેર કરાશે?
નિયમ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીની કોઈપણ મેચ જો ટાઇ થાય છે તો સુપર ઓવર રમી શકાય છે. આજની મેચની જ વાત કરવામાં આવે તો આજની મેચ ટાઇ થાય છે તો બંને ટીમને એક-એક બોલ ફેંકવાની તક આપવામાં આવે છે. જેમાં રન બનાવવા પડે છે. જેમાં જે ટીમ વધુ રન બનાવે છે તે ટીમ ફાઇનલમાં પહોંચશે. જો આ સમયે સુપર ઓવર ના થઈ શકે તો પોઈન્ટ ટેબલ પર ટોચની ટીમને ફાઇનલમાં જવાની તક મળી રહે છે.