IND vs AUS: ગાબામાં છેલ્લા દિવસે કેવું રહેશે હવામાન? જાણો

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જોકે નિરાશાજનક વાત એ છે કે ટીમ ઈન્ડિયાની જીત થવાની સંભાવનાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે. આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે આવનારી મેચમાં સૌની નજર ટકેલી છે. પરંતુ હવામાન કેવું રહેશે તેના પર પણ મેચ ટકેલી છે. કારણ કે મેચનું પરિણામ બંનેના પ્રદર્શન કરતાં હવામાન પર વધુ નિર્ભર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: રાજનેતા ઉતર્યા રમતના મેદાનમાં, અનુરાગનું ઓલ રાઉન્ડર જેવું પરફોર્મન્સ

કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બ્રિસ્બેનમાં વરસાદ પડી શકે છે. વરસાદ વધારે પડવાના કારણે મેચને કેન્સલ કરવી પડી શકે છે. જોકે બપોરે 1 વાગ્યા પછી વરસાદની કોઈ સંભાવનાઓ નથી. 12 વાગ્યે 29 ટકા વરસાદની શક્યતા છે. હવે જોવાનું રહ્યું કે વરસાદ પડે છે કે નહીં. મેચનું પરિણામ આવે કે ના આવે પરંતુ ચોક્કસ આ મેચ શાનદાર ચોક્કસ રહેવાની છે.