November 23, 2024

IND vs AUS: જસપ્રિત બુમરાહનો કેપ્ટન બનતાની સાથે સૂર બદલાયો, કહી કેપ્ટનશિપ વિશે આ વાત

Jasprit Bumrah On Captaincy: રોહિત શર્માને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે રોહિત આ સિરીઝમાં રમશે નહીં, જેના કારણે તેની જવાબદારી બુમરાહને સોંપવામાં આવી છે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં એવું લાગ્યું કે જાણે જસપ્રિત બુમરાહે કેપ્ટન બનતાની સાથે જ સૂર બદલાઈ ગયા છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

રોહિત શર્મા કરતા અલગ ગણાવ્યા
રોહિતની ગેરહાજરીમાં બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બુમરાહે પોતાને વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા અલગ ગણાવ્યા હતા. બુમરાહે પોતાની શૈલી અને કોહલીથી અલગ ગણાવ્યો છે. બુમરાહે કહ્યું કે કે કેપ્ટનશિપની પોતાની રીત અલગ અલગ હોય છે. વિરાટની પોતાની અલગ રીત છે અને રોહિતની પણ અલગ અને મારી પોતાની રીત પણ અલગ છે. હું તેને એક પદ તરીકે જોતો નથી. મને જવાબદારી લેવી ગમે છે. વર્ષ 2022માં પહેલી વખત બુમરાહે કપ્તાની સંભાળી હતી. જોકે એ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આવનારી મેચમાં જોવાનું રહ્યું કે બુમરાહ કેવી કેપ્ટનશીપ કરે છે.