IND vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં હારનારી ટીમને કેટલા પૈસા મળશે?

IND vs AUS: ICC ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે. તમને સવાલ થતો હશે કે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હારનારી ટીમને કેટલા પૈસા મળશે? અને જીતનારી ટીમને કેટલી ઈનામી રકમ મળશે? આવો જાણીએ.

આ પણ વાંચો: Champions Trophy 2025: જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ટાઈ થાય તો કોને ફાઇનલમાં સ્થાન મળશે?

સેમિફાઇનલમાં હારનારી ટીમને કેટલું ઇનામ મળશે?
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કુલ 6.9 મિલિયન ડોલરની ઇનામી રકમ નક્કી કરવામાં આવી છે. વર્ષ 2017ની આવૃત્તિ કરતાં 53 ટકા વધારે છે. ટુર્નામેન્ટ જીતનાર ટીમને રૂપિયા 19.5 કરોડ મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમને 4.89 કરોડ ઇનામી રકમ આપવામાં આવશે.