November 26, 2024

આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

Ind vs Aus Head to Head:  ICC T20 વર્લ્ડ કપ 2024 ની 50મી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે. આ મેચનું આયોજન સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ભારતીય 19 નવેમ્બર (2023) થી આ સમયની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને 2023નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આજના દિવસે દરેક ભારતીય રાહ જોઈ રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાની સાથે બદલો લેવાની આજે સારી તક છે. આવો જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ.

ભારત અને ઑસ્ટ્રેલિયાનો રેકોર્ડ
ICC T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને ઑસ્ટ્રેલિયા કુલ 5 વખત આમને સામને આવી ગયા છે. જેમાં 3 વખત ભારત અને 2 વખત ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી. તમને જણાવી દઈએ કે આ બંને ટીમ વર્ષ 2016માં છેલ્લી વખત આમને સામને આવી હતી. એ સમયે ભારતની ટીમ 6 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. જો T20 ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. આજના દિવસે 32મી મેચ રમાશે. જો ટોટલ આંકડાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભારતની ટીમનું પ્રભુત્વ વધારે જોવા મળ્યું છે.

આ પણ વાંચો: IND vs AUS મેચ પર મોટો ખતરો, જો મેચ રદ થશે આ ટીમને નુકસાન

બંને ટીમોમાંથી 11 ખેલાડીઓ રમી શકે છે 

ભારત- સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંઘ.

ઓસ્ટ્રેલિયા- ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એશ્ટન અગર,ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.